મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'કોલકત્તા રેપ કેસના આરોપીઓને ફાંસીની સજા આપો', મમતા બેનર્જીએ પદયાત્રા કાઢી કરી માગ 

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલી નિર્દયતા વ

VIDEO: 'કોલકત્તા રેપ કેસના આરોપીઓને ફાંસીની સજા આપો', મમતા બેનર્જીએ પદયાત્રા કાઢી કરી માગ 

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલી નિર્દયતા વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ તરફ હવે બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી મહિલા ડૉક્ટરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. હાઈકોર્ટે આ મામલે સીબીઆઈને તપાસ સોંપ્યા બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પદયાત્રા કાઢી છે. મમતા મૌલાલીથી ડોરિના ક્રોસિંગ તરફ કૂચ કરી રહી છે. સીએમ આરજી કાર હેઠળ આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે 3 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે.

પદયાત્રા દરમિયાન ટીએમસી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા, રામ+બમ+શ્યામનું ષડયંત્ર બનવા નહીં દઈએ. ટીએમસીએ બળાત્કારીને ફાંસીની સજાની માંગ કરી છે. પાર્ટીએ સીબીઆઈને આગામી 48 કલાકમાં રવિવાર સુધીમાં તમામ ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી છે.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં થયેલી તોડફોડ મામલે તપાસ કાર્યવાહી સીબીઆઈને સોંપી છે. તે દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, આ ઘટના કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે તોડફોડ કરવામાં આવી હતી.

આરજી કર હોસ્પિટલમાં તોડફોડનો કેસ સીબીઆઈને સોંપવામાં આવતા મમતા બેનરજી સરકારને મોટો ફટકો પડ્યો છે. હાઈકોર્ટે આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેઈની જૂનિયર મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, ડોક્ટર મહિલાની નિર્મમ હત્યા બાદ લોકો રોષે ભરાયા છે. જેની તપાસ કોલકાતા પોલીસ કરી રહી હતી. જે હવે સીબીઆઈને સોંપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો