Video: ઉત્તરાખંડના ગંગોત્રી ધામના કપાટ શિયાળાની ઋતુ માટે બંધ, માતા ગંગાની ઉત્સવ ડોલી મુખબા ગામે રવાના

ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ગંગોત્રી ધામના કપાટ શિયાળાની ઋતુ માટે ધાર્મિક વિધિ-વિધાન સાથે બંધ કરવામાં આવ્યા છે. કપાટ બંધ થવાના પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરા અનુસાર માતા ગંગાની ઉત્સવ ડોલીને વિશેષ પૂજા-અર્ચના બાદ ગંગોત્રી ધામથી મુખબા ગામ તરફ વિદાય કરવામાં આવી હતી. હવે આગામી શિયાળાની ઋતુ દરમિયાન માતા ગંગાની પૂજા મુખબા ગામમાં કરવામાં આવશે. કપાટ બંધ થવાની સાથે જ આ વર્ષની ગંગોત્રી ધામની યાત્રાનું પણ સમાપન થયું છે. આ પ્રસંગે સમગ્ર ધામ ભક્તિમય માહોલમાં ગુંજી ઊઠ્યું હતું અને શ્રદ્ધાળુઓએ માતા ગંગાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
જાહેરાત







