મેળાથી ઘરે જતી 2 સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, આરોપીઓ ફરાર
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવ્યા બાદ ભારતના અન્ય રાજ્યોમાંથી પણ

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવ્યા બાદ ભારતના અન્ય રાજ્યોમાંથી પણ હવે સામૂહિક દુષ્કર્મના કેસ સામે આવવા લાગ્યા છે. તાજેતરનો મામલો ઝારખંડના પલામુ જિલ્લાનો છે જ્યાં દુર્ગા પૂજાના મેળામાંથી ઘરે પરત જતી બે દલિત સગીરાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના ચકચારભર્યા સમાચાર સામે આવ્યા છે.
પોલીસે આ મામલે શું કહ્યું?
એક પોલીસ અધિકારીએ આ મામલે જાણકારી આપતાં કહ્યું કે આ ઘટના શુક્રવારે નૌડીહા બજાર ક્ષેત્રના પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. હેવાનોએ આ બંને સગીરાઓને રસ્તામાં અધવચ્ચેથી જ ઉપાડી લીધી હતી અને તેમના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓને પકડવા માટે મોટાપાયે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આરોપીઓ થયા ફરાર
પીડિતાઓએ સામૂહિક દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ઘરે પહોંચીને પરિવારને ઘટના વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ આ મામલે આગામી બે દિવસ સુધીમાં પંચાયત સ્તરે જ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેવટે રવિવારે મોડી સાંજે આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપીઓ હજુ સુધી ફરાર છે.






