મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઉમરિયામાં ગમખ્વાર અકસ્માત: NH-43 પર ઉભેલી ટ્રક સાથે કાર અથડાતાં પાંચના મોત

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૩ (NH-43) પર એક અત્યં

તસવીર: gstv

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૩ (NH-43) પર એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ઉભેલી એક બંધ ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતાં કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મૃતદેહો અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકો અને પોલીસ પ્રશાસન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ભારે જહેમત બાદ ગેસ કટરની મદદથી કારના પતરાં કાપીને તમામ મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, ધુમ્મસ અથવા ડ્રાઈવરને ઝોકું આવી જવાને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે. આ અરેરાટીભરી ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો