મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડબ્રહ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેના મોત

સાબરકાંઠાના ખેડબ્રહ્મા–ગલોડિયા રોડ પર બે બાઇક વચ્ચે થયેલી સામસામી ટક્કરમાં ગમખ્વાર અકસ્માત સર્જાય

તસવીર: gstv

સાબરકાંઠાના ખેડબ્રહ્મા–ગલોડિયા રોડ પર બે બાઇક વચ્ચે થયેલી સામસામી ટક્કરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર ધડાકાભેર અથડામણ થતાં બંને બાઇકચાલકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં શોક અને આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો