Video: રોહતાંગ પાસ પર તાજી હિમવર્ષા

હિમાચલ પ્રદેશના મનાલીમાં રોહતાંગ પાસ અને મઢી વિસ્તારમાં તાજી હિમવર્ષા નોંધાઈ છે. હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. પહાડો પર સતત બરફવર્ષાને પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મઢીથી રોહતાંગ પાસ તરફ વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હિમવર્ષાના કારણે પ્રવાસીઓની અવરજવર પર પણ અસર પડી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
જાહેરાત








