એક જ પરિવારના 4 લોકોએ જીવન ટૂંકાવ્યું, પોલીસને ઘરમાંથી મળી સુસાઈડ નોટ
મહારાષ્ટ્રના નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ મચ્યો છે. ઘટનાની જાણ થતાં પ

મહારાષ્ટ્રના નાગપુરમાં એક જ પરિવારના 4 લોકોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ખળભળાટ મચ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગપુરના માવડ ગામમાં બુધવારે સવારે આ ઘટના બની હતી. મૃતકોની ઓળખ 68 વર્ષીય વિજય માધવકર પચોરી, તેની પત્નિ માલા (ઉ.વ. 55), અને બે દિકરા ગણેશ (ઉ.વ.38), દિપક (ઉ.વ. 36) થઈ છે. વિજય પચોરી નિવૃત્ત શિક્ષક હતાં પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે.
પરિવાર માનસિક તણાવમાં હતો
પોલીસને મળેલી સુસાઈડ નોટમાં પરિવારના તમામ સભ્યોના હસ્તાક્ષર મળ્યા હતા. તેઓ માનસિક તણાવમાં હતા. વિજય પિચોરીના મોટા દિકરા ગણેશની છેતરપિંડી મામલે ધરપકડ થયા બાદથી પરિવાર પરેશાન હતો.






