મહારાષ્ટ્ર: ગઢચિરોલીમાં પોલીસને મળી મોટી સફળતા, અથડામણમાં 4 નક્સલીઓને ઠાર માર્યા
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં છત્તીસગઢ સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં છત્તીસગઢ સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર નક્સલીઓને ઠાર મારવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.
પોલીસને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જે બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ પોલીસ પર ફાયરિંગ કરી દીધું હતું. જોકે, બાદમાં પોલીસે પણ વળતો જવાબ આપ્યો હતો. જેમાં ચાર નક્સલીઓ માર્યા ગયા છે.






