ભૂતપૂર્વ કેન્દ્રીય સચિવ પ્રદીપ સિંહ ખારોલાને NTAના DGનો હવાલો સોંપાયો
ભૂતપૂર્વ કેન્દ્રીય સચિવ પ્રદીપ સિંહ ખારોલાને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના DGનો
ભૂતપૂર્વ કેન્દ્રીય સચિવ પ્રદીપ સિંહ ખારોલાને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના DGનો હવાલો સોંપવામાં આવ્યો છે. કર્ણાટક કેડરના 1985 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી ખરોલા નાગરિક ઉડ્ડયન સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. જે બાદ તેમને નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી (NRA) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે સરકારી નોકરીઓમાં ભરતી માટે કોમ્પ્યુટર આધારિત સામાન્ય પાત્રતા કસોટી માટે જવાબદાર છે.
.
CSIR-UGC-NET ની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી છે. આ પરીક્ષાનું આયોજન NTA દ્વારા કરવામાં આવે છે. આગામી 25 તારીખથી 27 તારીખ સુધી પરીક્ષા થવાની હતી. જોકે આજે NTA દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સંશાધનોની અછત હોવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવે છે.
હેલ્પ ડેસ્કનું નિર્માણ કરાયું
NTAએ વિદ્યાર્થીની મદદ માટે હેલ્પડેસ્ક બનાવી છે અને હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે જેના પર ફોન કરીને લોકો મૂંઝવણ દૂર કરી શકે છે. આ સિવાય વેબસાઇટ પર પણ આગામી અપડેટ્સ આપવામાં આવશે. હેલ્પલાઈન નંબર: 011-40759000
UGC-NETનું પ્રશ્નપત્ર લીક થયું હતું
નોંધનીય છે કે અગાઉ NTA દ્વારા જ UGC-NET ની પરીક્ષા કરાવવામાં આવી હતી. દેશભરમાંથી વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. જોકે બીજા જ દિવસે પેપર રદ કરી દેવામાં આવ્યું અને શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે નવેસરથી પરીક્ષા યોજવામાં આવશે. UGC-NETનું પ્રશ્નપત્ર પરીક્ષાના એક દિવસ અગાઉ જ લીક થઈ ગયું હતું.
NEET ની પરીક્ષામાં ગરબડ, સરકાર સામે ઉઠતાં સવાલ
બીજી તરફ NEET પેપર લીકને લઈને દેશમાં ઘમાસાણ મચી ગયો છે. તપાસમાં એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં ઘણા મોટા માથા પણ સંડોવાયેલા હોવાનું પણ ખૂલ્યું છે. NEET પરીક્ષા મુદ્દે બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. જોકે સુપ્રીમ કોર્ટે હાલ તો કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો છે. જોકે કોર્ટે કહ્યું હતું કે જો પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સેલિંગ સહિત બધુ જ રદ માનવામાં આવશે. વિપક્ષ દ્વારા પણ આ મુદ્દે સરકાર સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ પણ કરવામાં આવી રહી છે.







