મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આખરે ઝારખંડના પૂર્વ CM ચંપાઇ સોરેન ભાજપમાં જોડાયા

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે. 28 ઓગસ્ટે ચંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચા&nbs

આખરે ઝારખંડના પૂર્વ CM ચંપાઇ સોરેન ભાજપમાં જોડાયા

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઇ સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે.  28 ઓગસ્ટે ચંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચા  (જેએમએમ)ના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. 

જેએમએમના પૂર્વ નેતા ચંપાઈ સોરેને કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. રાંચીમાં એક કાર્યક્રમ દરમિયાન ચંપાઈ સોરેને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને ઝારખંડ બીજેપી અધ્યક્ષ બાબુલાલ મરાંડીની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના સ્થાપક સભ્ય ચંપાઈએ બે દિવસ પહેલા જ પાર્ટી છોડી દીધી હતી, તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાથી નારાજ હતા. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ ચંપાઇ સોરેનને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  

ચંપાઇ સોરેને કેસરિયો ખેસ ધારણ કરતા ભાજપને થશે ફાયદો

ભાજપ આવતા વર્ષે ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોઇ કસર છોડવા માંગતુ નથી. ભાજપની નજર આદિવાસી મતદારો પર છે. પાર્ટીના ચૂંટણી સુપરવાઇઝર અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પણ નજર પાર્ટીમાં ખુણા પર ધકેલી દેવાયેલા આદિવાસી નેતાઓ પર છે. 

JMMના સંસ્થાપક સભ્યમાંથી એક હતા ચંપાઇ સોરેન

 ચંપાઇ સોરેન ભાજપમાં જોડાતા ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) સાથે આશરે પાંચ દાયકા જૂનો સંબંધ તૂટી ગયો છે. ચંપાઇ સોરેન 10માં ધોરણના અભ્યાસ દરમિયાન શિબુ સોરેનના અલગ ઝારખંડ રાજ્ય આંદોલન સાથે જોડાઇ ગયા હતા. ચંપાઇ સોરેન પાંચ દાયકા સુધી JMM પ્રમુખ શિબુ સોરેન અને હેમંત સોરેનના ખાસ રહ્યાં છે. ચંપાઇ સોરેન JMM સંસ્થાપકના સભ્યમાંથી એક છે. ચંપાઇ સોરેન વર્ષ 1991માં પ્રથમ વખત બિહાર વિધાનસભા પેટા ચૂંટણીમાં સરાયકેલાથી અપક્ષ ધારાસભ્ય ચૂંટાયા હતા.

આ સમાચાર શેર કરો