પૂર્વ CM હેમંત સોરેનને મળ્યા જામીન, 5 મહિના પછી જેલમાંથી મુક્ત થશે
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમના નેતા હેમંત સોરેનને શુક્રવારે (28 જૂન) હા

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમના નેતા હેમંત સોરેનને શુક્રવારે (28 જૂન) હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હેમંત સોરેનને જમીન કૌભાંડ સંબંધિત મામલામાં મોટી રાહત મળી છે. તેને રાજ્યની હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે, ત્યારબાદ પાંચ મહિનાથી જેલમાં રહેલા સોરેન હવે બહાર આવશે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 31 જાન્યુઆરીએ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતા સોરેનની ધરપકડ કરી હતી.
ત્યારબાદ તેમણે EDની કસ્ટડીમાં રહીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને કમાન તેમના નજીકના સહયોગી ચંપાઈ સોરેનને સોંપી દીધી. ત્યારથી તેમની પત્ની કલ્પના સોરેન પાર્ટીનું કામકાજ જોઈ રહી છે. હવે, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા હેમંત સોરેનને જામીન મળવાથી પાર્ટી માટે મોટી રાહત છે.
હેમંત સોરેનની જામીન અરજી પર ઝારખંડ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. 13 જૂને સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.






