મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોલકાતામાં ફૂટબોલ મેચ રદ થતા મચ્યો હોબાળો, પોલીસે પ્રદર્શનકારીઓ પર કર્યો લાઠીચાર્જ

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં ડૉક્

કોલકાતામાં ફૂટબોલ મેચ રદ થતા મચ્યો હોબાળો, પોલીસે પ્રદર્શનકારીઓ પર કર્યો લાઠીચાર્જ

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં ડૉક્ટરો અને મેડિકલ કર્મચારીઓ ઘણા દિવસથી આંદોલન સાથે ભારે દેખાવો કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ડ્યૂરાન્ડ કપની ફૂટબોલ મેચ રવિવારે રમાવાની હતી. જોકે, શહેરમાં અશાંતિના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી.  મેચ રદ કરવમાં આવતા હોબાળો મચી ગયો હતો. પોલીસે ફુટબોલ સમર્થકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.

ફૂટબોલ સમર્થકોએ દેખાવો કર્યા

આ મેચ આજે 18મી ઓગસ્ટે યોજાવાની હતી, પરંતુ એક દિવસ પહેલા જ પોલીસે સુરક્ષાના કારણોસર મેચ રદ કરવાની જાહેરાત કરી હતી. તે મેચમાં પૂર્વ બંગાળ અને મોહન બાગાનના સમર્થકોએ દુષ્કર્મ-હત્યા કેસમાં ન્યાયની માંગણી સાથે વિરોધ કર્યો હતો. આ દરમિયાન સમર્થકોની ભીડ વધવા લાગી હતી અને તેો ભારે દેખાવો કરી રહ્યા હતા, જેના કારણે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

બિધાનનગર પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, સ્ટેડિયમની બહાર BNSS કલમ 163 લાગુ કરવામાં આવી હતી. આમ છતાં દેખાવકારો સ્ટેડિયમ પાસે એકઠા થવા લાગ્યા. આ જોઈને પોલીસે દેખાવકારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી બંને પક્ષે બોલાચાલી શરૂ થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

એશિયાની સૌથી જૂની ટૂર્નામેન્ટ ડ્યૂરન્ડ કપમાં રવિવારે એટલે કે,  18 ઓગસ્ટના રોજ  સોલ્ટ લેક સ્ટેડિયમમાં મોહન બાગાન અને ઈસ્ટ બંગાળ ક્લબ વચ્ચે મેચ રમાવાની હતી, પરંતુ શહેરમાં અશાંતિના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી.

આયોજકોએ કહ્યું- ટિકિટના પૈસા પરત કરાશે

આ મેચ રદ્દ થયા બાદ આયોજકોએ કહ્યું કે, ફેન્સને ખરીદેલી ટિકિટના પૈસા પરત કરવામાં આવશે. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. એક પોઈન્ટની મદદથી મોહન બાગાન ગ્રુપ-Aમાંથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. 

આ સમાચાર શેર કરો