Video: પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષા વ્યવસ્થા કડક

જમ્મુ-કાશ્મીરના રામબનમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બજારો, જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ સતત નજર રાખી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે વાહનોની તપાસ અને શંકાસ્પદ હિલચાલ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
જાહેરાત







