VIDEO: બેકાબુ કારે ટક્કર મારતા 5 લોકોના મોત, ફિલ્મી સ્ટાઈલમાં હવામાં ઉછળીને રોંગ સાઈડમાં પટકાઈ
આજે વહેલી સવારા તિરુમંગલમ નજીક શિવરાકોટ્ટઈમાં વિરુધુનગર મદુરાઈ

આજે વહેલી સવારા તિરુમંગલમ નજીક શિવરાકોટ્ટઈમાં વિરુધુનગર મદુરાઈ હાઈવે પર એક કાર અને ટુવ્હિલર વાહનની ટક્કરમાં પાંચ લોકોના મોત થયા છે. દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
તમિલનાડુના મદુરાઈમાં ભયંકર અકસ્માત થયો છે. અહીં વિરુધુનગર-મદુરાઈ ફોરલેન હાઈવે પર તિરુમંગલમ નજીક બુધવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં આઠ વર્ષની બાળકીએ તેના દાદા-દાદી ઉપરાંત જોડિયા બહેન અને માતાને ગુમાવી દીધા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
જણાવી દઈએ કે, વિરુધુનગર હાઈવે પર આ ઘટના ત્યારે બની જ્યારે એક એસયુવીની લાપરવાહીથી એક ટુ-વ્હીલરને અથડાઈ અને મધ્યમાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી ગાડી બેકાબુ થઈને સર્વિસ રોડની સામેની બાજુએ અથડાતા પહેલા હવામાં પલટી ગઈ હતી. અહીં સર્વિસ રોડ ઉપર ચાલતા જતી વ્યક્તિને પણ ગાડીએ અડફેટે લીધા હતા. કારમાં સવાર ઈજાગ્રસ્ત લોકોને બચાવીને મદુરાઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માતમાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે.






