લોનાવલાના ભૂશી ડેમ પાસેના ધોધમાં એક મહિલા સહિત પાંચ લોકો ડૂબ્યા, 3 મૃતદેહ મળ્યા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રવિવારે પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમના બેકવો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રવિવારે પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમના બેકવોટર નજીકના ધોધમાં એક મહિલા સહિત પાંચ લોકો ડૂબી જવાની આશંકા છે.
લોનાવાલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે પિકનિક માટે ગયેલા આ પાંચ લોકો લપસીને ધોધ પાસે પડ્યા હતા. હાલ બચાવ ટીમ સ્થળ પર છે.
પૂણેના લોનાવલામાં એક ભયાનક અકસ્માતમાં એક આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયો. આ અકસ્માતમાં 36 વર્ષીય મહિલા અને 13 વર્ષ અને 8 વર્ષની બે બાળકીઓના મોત થયા છે. અહીં ડેમ પાસે નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ ઉપરાંત પાણીના જોરદાર પ્રવાહમાં પરિવાર સહિત બે બાળકોની શોધખોળ ચાલુ છે.
અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહથી ઘેરાયેલો છે. ત્યાં હાજર લોકો તેમની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ તેમને દોરડું ફેંકીને બચાવવાની કોશિશ કરી રહ્યું છે તો કોઈ બધાને એક સાથે બાંધી રાખવાની સલાહ આપી રહ્યું છે. થોડી જ વારમાં તે બધા જોરદાર પ્રવાહ સાથે વહેવા લાગ્યા.








