દેશમાં વધુ એક રેલ દૂર્ઘટના, આ રાજ્યમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનમાં ન્યૂ મયનાગુડી સ્ટેશ પર એક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છ

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનમાં ન્યૂ મયનાગુડી સ્ટેશ પર એક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માલગાડી ખાલી હતી અને કોઇ નુકસાનના સમાચાર નથી. દૂર્ઘટના બાદ ટ્રેનોને વેકલ્પિક માર્ગથી મોકલવામાં આવી હતી. આ દૂર્ઘટનાને કારણે જોકે, રેલ વ્યવહાર પ્રભાવિત થયો નહતો.
બનાવની જાણ થતા જ રેલ્વેના સીનિયર અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમારકામનું કામ હાથ ધર્યું હતું. જલપાઇગુડી સ્ટેશનના સુપ્રીટેડન્ટ મુકેશ કુમારે કહ્યું કે માલગાડી સવારે 6.24 મિનિટ પર પાટા પરથી ઉતરી ગઇ હતી. કોઇના નુકસાનના સમાચાર નથી. બે લાઇન બંધ રાખવામાં આવી છે.
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા 15 સપ્ટેમ્બરે ગયામાં એક રેલ દૂર્ઘટના સમાચાર સામે આવ્યા હતા જ્યાં ગયા-કિઉલ રેલવે ટ્રેક પર રઘુનાથપુર ગામ પાસે એક રેલવે એન્જિન પાટા પરથી ઉતરીને ખેતરમાં પહોંચી ગયું હતું. આ દૂર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીજી તરફ રેલ્વેની ચિંતા પાટા પર થતા ષડયંત્રને લઇને પણ જોવા મળી રહી છે.
સુરતમાં રેલ દૂર્ઘટનામાં થયો મોટો ખુલાસો
સુરતના કીમ કોસંબા વચ્ચે રેલવે દૂર્ઘટનાના ષડયંત્ર મામલે નવો ખુલાસો થયો છે. સુરત ગ્રામીણ પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, સૌથી પહેલા રેલવે દૂર્ઘટના જોનારા રેલવે કર્મચારી સુભાષ પોદ્દાર જ આ ઘટનાનો આરોપી છે. પોદ્દારે પ્રમોશન મેળવવા માટે ટ્રેનના પાટા સાથે છેડછાડની યોજના બનાવી હતી અને ખુદ જ પાટા પરથી ફિશ પ્લેટને હટાવી હતી.








