બરેલીમાં જોરદાર વિસ્ફોટ સાથે પાંચ મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં મંગળવારે સાંજે લગભગ 4.30 વાગ્યે કલ્યાણપુર ગામ જ

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં મંગળવારે સાંજે લગભગ 4.30 વાગ્યે કલ્યાણપુર ગામ જોરદાર વિસ્ફોટોથી હચમચી ગયું હતું. વિસ્ફોટોથી પાંચ મકાનો ધરાશાયી થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા છે.
બરેલીના સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણપુર ગામમાં મંગળવારે સાંજે ફટાકડા બનાવતી વખતે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના પાંચ ઘર જમીનદોસ્ત થઈ ગયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. આ સંખ્યા વધી શકે છે. પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના રહીશ રહેમાન શાહના ઘરે છુપી રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ એક પછી એક અનેક વિસ્ફોટ થયા. જેના કારણે રહેમાન શાહના ઘર સહિત આસપાસના ચાર મકાનો ધરાશાયી થયા હતા. મકાનોમાં હાજર લોકો કાટમાળ નીચે દટાયા હતા.
ત્રણ લોકોના મોત, ચારની હાલત ગંભીર છે
આ ઘટનામાં રહેમાન શાહની પુત્રવધૂ સહિત ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચાર લોકોને ગંભીર હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢીને રામનગર CSCમાં મોકલવામાં આવ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે રહેમાન શાહના સંબંધીઓ નાઝીમ અને નાસીર સિરૌલીમાં રહે છે અને ફટાકડાનું કામ કરે છે. રહેમાન શાહ પોતાની જગ્યાએ છુપી રીતે ફટાકડા બનાવે છે. મંગળવારે સાંજે લગભગ 4.30 કલાકે ફટાકડામાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને એક કરૂણ અકસ્માત સર્જાયો હતો.








