પહેલા મીટીંગ, પછી બધાના સાંભળ્યા અભિપ્રાય .. જાણો કઈ રીતે તૈયાર થઈ નરેન્દ્ર મોદી કેબિનેટ ટીમ
નરેન્દ્ર મોદી આજે (9 જૂન 2024) સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે ઘણા કેબિનેટ મં

નરેન્દ્ર મોદી આજે (9 જૂન 2024) સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે ઘણા કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. મંત્રાલયને લઈને NDA પક્ષો દ્વારા કરવામાં આવતી સતત માંગણીઓને લઈને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે.
નરેન્દ્ર મોદીએ તમામ ગઠબંધન સહયોગીઓને મનાવી લીધા
નરેન્દ્ર મોદીએ તમામ ગઠબંધન સહયોગીઓને મનાવી લીધા છે. પરંતુ આ બધાનીવચ્ચે લોકોના મનમાં એક સવાલ છે કે મોદી 3.0ની કેબિનેટ કેવી રીતે નક્કી કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર બનાવવાનો દાવો કર્યા પછી, જ્યારે તમામ સહયોગી પક્ષોના નેતાઓ ભાજપના ટોચના નેતૃત્વને મળ્યા હતા, તે જ સમયે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ સાથી પક્ષો પાસેથી તેમની માંગણીઓ વિશે માહિતી મેળવી હતી. તે બેઠક દરમિયાન, ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ સાથી પક્ષોને પૂછ્યું કે તેઓ કેટલા મંત્રી પદ ઇચ્છે છે અને ભાજપ શું વિચારે છે.
30 મંત્રીઓ લેશે શપથ
કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની સાથે લગભગ 30 મંત્રીઓ આજે શપથ લઈ શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વખતે ઘણા નવા ચહેરાઓને તક મળી શકે છે. વાસ્તવમાં આ ચૂંટણીમાં ભાજપના ઘણા દિગ્ગજ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી હારી ગયા છે. આ કારણે તેમની જગ્યાએ નવા લોકોને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.






