Video: બિહારના પટનામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અને બદમાશો વચ્ચે સામસામે ગોળીબાર, એસ.એચ.ઓ. ઇજાગ્રસ્ત.

બિહારની રાજધાની પટનાના મનરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અને બદમાશો વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. કુખ્યાત ગુનેગારોને પકડવા ગયેલી પોલીસ ટીમ પર અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં એસ.એચ.ઓ. રજનીશ કુમાર ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા અપરાધીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી સખત કરી દેવામાં આવી છે.
જાહેરાત







