મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : પોલીસ સ્ટેશન સેક્ટર ૧૨૬ વિસ્તારમાં લાગેલી આગથી ભારે અફરાતફરી મચી

ઉત્તર પ્રદેશના નોઈડામાં સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા એક મજૂર કેમ્પમાં અચાનક ભ

ઉત્તર પ્રદેશના નોઈડામાં સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા એક મજૂર કેમ્પમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જોતજોતામાં અનેક ઝૂંપડાઓ તેની લપેટમાં આવી ગયા હતા પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ સમાચાર શેર કરો