Video: દિલ્હીના કરોલ બાગની ગફ્ફાર માર્કેટમાં આગ

દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આવેલી ગફ્ફાર માર્કેટની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાને પગલે માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
જાહેરાત







