Video: છત્તીસગઢમાં અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર..કહ્યું..રાહુલ ગાંધીએ નકલી સંસદમાં ચર્ચાનું નાટક કર્યુ..મજાક કરી

છત્તીસગઢના રાયપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યના વિકાસ અને સુશાસનને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ વર્ષ 2000માં આ ક્ષેત્રના અટકેલા વિકાસને ગતિ આપવા માટે છત્તીસગઢ રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નેતૃત્વ હેઠળ આ રાજ્યને સંવારવાનું અને તેને પ્રગતિના પંથે આગળ લઈ જવાનું કામ કર્યું છે. ગૃહ મંત્રીએ ખુશી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે આજે છત્તીસગઢ સંપૂર્ણપણે નક્સલમુક્ત બનીને સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.આ સાથેજ તેમણે રાહુલ ગાંધીને પડકાર ફેંકતા એસઆઈઆર પર ચર્ચા માટે સ્પેશયલ સેશન બોલાવવાની વાત પણ કહી
જાહેરાત







