Video: ઓડિશાના પુરી જિલ્લામાં યોજાનારા કોણાર્ક ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ અને સુભદ્રા શક્તિ મેળાની તૈયારીઓને આખરી ઓપ

સોર્સ: gstv

ઓડિશાના પુરી જિલ્લામાં યોજાનારા કોણાર્ક ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ અને સુભદ્રા શક્તિ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવાની કામગીરી તેજ બની છે. આ ત્રણેય મોટા આયોજનોને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી પ્રભાતી પરિડા દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડનારા પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાપન, વાહન પાર્કિંગ, પ્રવાસીઓની અવરજવર અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત