Video: મોડિફાઇડ સાઇલેન્સર પર બુલડોઝર કાર્યવાહી

રાજસ્થાનના જયપુરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં મોડિફાઇડ બાઈક સાઇલેન્સર, પ્રેશર હોર્ન અને વાહનોમાં કાળા કાચ લગાવનારાઓ સામે પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં નિયમવિરુદ્ધ સાઇલેન્સર જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જપ્ત કરાયેલા સાઇલેન્સરોને બુલડોઝર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીનો હેતુ ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો છે. સાથે જ વાહનચાલકોને નિયમોનું ઉલ્લંઘન ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
જાહેરાત










