VIDEO : કટરાની પહાડીઓમાં ભીષણ આગ
સોર્સ : GSTV
જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીના બેઝ કેમ્પ ગણાતા કટરાની નજીકની પહાડીઓમાં અચાનક એક ભયાનક જંગલની આગ ફાટી નીકળી છે. તેજ પવન અને સૂકા હવામાનને કારણે આ આગ જોતજોતામાં પહાડના મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે, જેના લીધે વન્ય સંપત્તિને ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતાં વન વિભાગ ફાયર બ્રિગેડની ટીમો અને સ્થાનિક પ્રશાસન દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પહાડી અને દુર્ગમ રસ્તો હોવા છતાં ફાયર ફાઇટર્સ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ વૈષ્ણોદેવી યાત્રાના મુખ્ય માર્ગો સુરક્ષિત છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

