Video: તહેવારો નિમિત્તે દિલ્હીમાં આકર્ષક રોશનીથી ઝળહળ્યું રાષ્ટ્રપતિ ભવન

દિવાળી અને આગામી તહેવારોની ઉજવણીના ભાગરૂપે દેશની રાજધાની દિલ્હીમાં આવેલું ઐતિહાસિક રાષ્ટ્રપતિ ભવન અદ્ભુત અને રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. ભવ્ય સ્થાપત્ય ધરાવતા રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી ઝગમગતી સુંદર લાઈટોથી શણગારવામાં આવ્યું છે, જે તેની શાન અને શોભામાં ઉમેરો કરી રહી છે. આ મનોહર અને આકર્ષક દ્રશ્યોને નિહાળવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. રાતના સમયે રોશનીથી ઝળહળતું રાષ્ટ્રપતિ ભવન દિલ્હીનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જાહેરાત








