કાશ્મીરમાં આતંકીઓ પાસેથી Steyr AUG અસોલ્ટ રાઈફલ મળતા સુરક્ષા એજન્સી ચિંતિત, જાણો કેટલી છે ખતરનાક
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગુરુવારે એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ મા

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગુરુવારે એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સેનાના જવાનો દ્વારા ઓસ્ટ્રિયન બનાવટની સ્ટીયર એયુજી એસોલ્ટ રાઈફલ મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. જણાવી દઈએ કે, ગુરુવારે સુરક્ષા દળોને નિયંત્રણ રેખા પર શંકાસ્પદ ગતિવિધિની જાણ થયા બાદ ફાયરિંગ થયું હતું. આતંકીઓને પડકાર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે જે વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તેમાં Steyr AUG અસોલ્ટ રાઇફલનો સમાવેશ થાય છે. આ સિવાય બે વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી શસ્ત્રો અને દારૂગોળો, યુદ્ધ સામગ્રી અને એક પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યું હતું.
Steyr AUG અસોલ્ટ રાઇફલ કેટલી ખતરનાક?
Steyr AUG અસોલ્ટ રાઇફલ એ ગેસ-પિસ્ટન સંચાલિત છે જે બંધ બોલ્ટથી ફાયર થાય છે. તેને મોડ્યુલર વેપન સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જેને એસોલ્ટ રાઇફલ, કાર્બાઇન, સબમશીન ગન અને ઓપન-બોલ્ટ લાઇટ મશીન ગન તરીકે તરત જ ગોઠવી શકાય છે.
આતંકવાદીઓ પહેલાથી જ યુએસ નિર્મિત M-4 કાર્બાઇન રાઇફલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંના ઘણા જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર બંનેમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સુરક્ષા દળોએ મેળવ્યા હતા. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, M-4 નો ઉપયોગ મોટાભાગે ટોચના કમાન્ડરો અને જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે.આ અપગ્રેડ પ્રકારની રાઈફલ્સ છે. આમાં નાઈટ વિઝન ઈક્વિપમેન્ટ છે.
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદે કહ્યું,પાકિસ્તાનની ISI એ નાર્કો વેપાર માધ્યમથી ઘણાં પૈસા મળ્યા છે. તેનો ઉપયોગ તેઓ જમ્મુ અને કાશ્મીર માટે શસ્ત્રો ખરીદવા માટે કરી રહ્યા છે. સ્ટેયર એયુજીને મોડ્યુલર વેપન સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. સુરક્ષા નિષ્ણાતોના મતે આ ઓસ્ટ્રિયન બનાવટની એસોલ્ટ રાઈફલ સ્ટેયર AUG નો ઉપયોગ અફઘાનિસ્તાનમાં નાટો દળો દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે નાટો ત્યાંથી નીકળ્યા ત્યારે ઘણા શસ્ત્રો તાલિબાન દ્વારા લૂંટી લેવામાં આવ્યા હતા અથવા પાછળ છોડી ગયા હતા. બાદમાં આવા હથિયારો ગેરકાયદેસર રીતે વેચવામાં આવતા હતા. આ રાઈફલનો ઉપયોગ પાકિસ્તાનમાં SSG દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે.








