ચક્રવાત રેમલ: ભારે પવનને કારણે ટ્રેન લપસી જવાની ભીતિ! રેલવેએ ટ્રેનોને સાંકળો અને તાળાઓ વડે બાંધી
રેમલ વાવાઝોડાને કારણે ફ્લાઇટ, ટ્રેન સહિતના વાહન વ્યવહારને અસર થઇ છ

રેમલ વાવાઝોડાને કારણે ફ્લાઇટ, ટ્રેન સહિતના વાહન વ્યવહારને અસર થઇ છે. રેમલ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડાની અસરને કારણે કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સતર્ક રહેવાની સૂચના આપી હતી, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સમીક્ષા બેઠક બોલાવી હતી.
ટ્રેનોના પૈડાને પાટા સાથે સાંકળો અને તાળાઓથી બાંધી દેવામાં આવ્યા
સાવચેતીના ભાગ રૂપે, હાવડાના શાલીમાર રેલ્વે સ્ટેશન પર ટ્રેનોના પૈડાને પાટા સાથે સાંકળો અને તાળાઓથી બાંધી દેવામાં આવ્યા છે જેથી તેજ પવનને કારણે ટ્રેન લપસી ન જાય. ઉપરાંત, ચક્રવાતનો સામનો કરવા માટે પશ્ચિમ બંગાળમાં કુલ 14 NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.
MD અનુસાર ચક્રવાતની અસર આગામી 6 કલાક સુધી જોવા મળશે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 110-120 કિમી પ્રતિ કલાકથી વધીને 135 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. ઉત્તર બંગાળની ખાડીમાં સમુદ્રમાં તેની મહત્તમ ઝડપ 135 કિમી પ્રતિ કલાક છે. જેના કારણે પશ્ચિમ બંગાળના બીરભૂમ, નાદિયા, બાંકુરા, પૂર્વ બર્દવાન, પૂર્વ મેદિનીપુર, ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, કોલકાતાના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.






