હવે પરાળી સળગાવવા પર થશે FIR!, સૈની સરકારનો નિર્ણય
પંજાબ, હરિયાણામાં ખેડૂતો દ્વારા દર વર્ષે પરાળી સળગાવવામાં આવે છે. જેના પગલે હવા ગુણવત્તા સૂચકાંક

પંજાબ, હરિયાણામાં ખેડૂતો દ્વારા દર વર્ષે પરાળી સળગાવવામાં આવે છે. જેના પગલે હવા ગુણવત્તા સૂચકાંક (AQI)નો સ્તર ખૂબ જ વધી ગયો છે. પરિણામે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે. પરાળી સળગાવવા મામલે સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને પણ ફટકાર લગાવી હતી. ત્યારે હવે બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ સૈની સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે જે ખેડૂત પરાળી સળગાવશે તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
હરિયાણાના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે શુક્રવારે પરાળી સળગાવતા ખેડૂતો સામે મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જો કોઈ ખેડૂત પરાળી સળગાવતો જોવા મળશે તો તેની સામે એફઆઈઆર નોંધવામાં આવશે. જે ખેડૂતો પરાળી બાળે છે તેમની કૃષિ રેકોર્ડમાં રેડ એન્ટ્રી કરવામાં આવશે, જેથી તેઓ આગામી બે સિઝન દરમિયાન ઈ-પ્રોક્યોરમેન્ટ પોર્ટલ દ્વારા મંડીઓમાં તેમનો પાક વેચી ન શકે.






