જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સેના-આતંકી વચ્ચે અથડામણમાં 2 આતંકી ઠાર, 4 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંક

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી સહિત પાંચ સુરક્ષા કર્માચારીઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ કુલગામના આદિગામ વિસ્તારમાં થઈ રહી હતી.
પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ દેવસર વિસ્તારના આદિગામ ગામને ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના આદિગામ ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ સેના, પોલીસ અને સીઆરપીએફ સહિતના સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા
અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. જ્યારે આતંકવાદીઓને ખબર પડી કે ચારેય બાજુથી ઘેરાઈ ગયા છીએ તો તેમણે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. બીજી તરફ સેનાએ પણ વળતો પ્રહાર કર્યો હતો. જેમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જોકે, ગોળી લાગવાથી સેનાના ચાર જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારી મુમતાઝ અલી સામાન્ય રૂપે ઘાયલ થયા છે. ઘાયલ સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.







