મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈમરજન્સી એલર્ટ, હવામાં ચક્કર મારી રહ્યું છે પ્લેન
મુંબઈથી લંડન જવા ઉપડેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ન થવાના કારણે ભારે હડકંપ મચ્યો છે. આ મામલે

મુંબઈથી લંડન જવા ઉપડેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ન થવાના કારણે ભારે હડકંપ મચ્યો છે. આ મામલે એક ઈમરજન્સી એલર્ટ મેસેજ અપાયો છે. જોકે હાલ કયા કારણોસર આ મેસેજ આવ્યો છે, તેની કોઈ માહિતી સામે આવી નથી. એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, હાલ આ ફ્લાઈટ આકાશમાં જ ચક્કર મારી રહ્યું છે.
ફ્લાઈટ નંબર AI129 7700 હાલ લંડનના બહારના વિસ્તારોમાં ચક્કર મારી રહી છે. ફ્લાઈટ ટ્રેકર ફ્લાઈટ રડાર 24 દ્વારા જણાવાયું છે કે, ‘લંડનની ઉપરથી ઉડ્ડયન કરતી વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટ તરફથી ઈમરજન્સી સિગ્નલ મળ્યું છે. જોકે આ ઈમરજન્સી સિગ્નલ કેમ મોકલવામાં આવ્યું તેનું કારણ સામે આવ્યું નથી. હાલ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.






