ચૂંટણી પંચે તબક્કા 1 અને તબક્કો 2નો મતદાન ડેટા કર્યો જાહેર
ચૂંટણી પંચે તબક્કા 1 અને તબક્કો 2 માટે મતદાનનો ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં પુ

ચૂંટણી પંચે તબક્કા 1 અને તબક્કો 2 માટે મતદાનનો ડેટા પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં પુરુષો, મહિલાઓ અને થર્ડ જેન્ડરનો ટોટલ વોટિંગ ડેટા ટકાવારીમાં જાહેર કરવામાં આવ્યો છે.
https://publish.twitter.com/?url=https://twitter.com/ANI/status/1785315471153361005
ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66.14% મતદાન નોંધાયું હતું, જ્યારે બીજા તબક્કામાં 66.71% મતદાન નોંધાયું હતું.
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે 102 મતવિસ્તારોમાં થયું હતું, ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે 88 મતવિસ્તારોમાં થયું હતું.
2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન મતદાનમાં થોડો ઘટાડો થયો હતો. 2019 માં પ્રથમ અને બીજા તબક્કા માટે મતદાનની ટકાવારી અનુક્રમે 69.43% અને 69.17% હતી.
પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન લક્ષદ્વીપમાં સૌથી વધુ 84.1% મતદાન નોંધાયું હતું, જ્યારે 19 એપ્રિલે મતદાન થયેલા 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બિહારમાં સૌથી ઓછું 49.26% મતદાન થયું હતું.
બીજા તબક્કાના મતદાન દરમિયાન મણિપુરમાં સૌથી વધુ 84.85% મતદાન થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 55.19% મતદાન થયું હતું.








