ચૂંટણી પંચે ગાયબ થવાના સવાલ પર આપ્યો જવાબ, 64 કરોડ લોકોએ કર્યું મતદાન
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલા ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ચૂંટણી પંચના મુખ્ય કમિશનર

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલા ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ચૂંટણી પંચના મુખ્ય કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે 64 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું છે. મતદાન દરમિયાન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ભારતમાં 642 મિલિયન મતદારો છે. આ સંખ્યા વિશ્વના 27 દેશના મતદારો કરતા પાંચ ગણી વધારે છે. ચૂંટણી પંચે કહ્યું કે આ ચૂંટણીમાં 64 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે. અમે આ ચૂંટણીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે ભારતના મતદારોને સલામ કરીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઇને વોટ લીધા છે.85 વર્ષ કરતા વધુ ઉંમરના મતદારોએ ઘરે બેસીને મત આપ્યા છે. 1.5 કરોડ મતદાર અને સુરક્ષા કર્મીઓઓની અવર જવર માટે 135 વિશેષ ટ્રેન, 4 લાખ વાહન અને 1692 ફ્લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. 68763 મોનિટરિંગ ટીમ ચૂંટણી પ્રક્રિયામાં લાગેલી હતી.
કાશ્મીર ઘાટીમાં સૌથી વધુ મતદાન
મતદાન કર્મીઓ સામે આવતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદ દરમિયાન એક વીડિયો બતાવ્યો હતો અને કહ્યું કે, મતદાન કર્મી કેટલી મુશ્કેલીનો સામનો કરીને મત કરાવવા જાય છે. જ્યારે તેમની નિષ્ઠા પર સવાલ ઉઠાવવામાં આવે છે તો વિચારો તેમના દિલ પર શું વિતતી હશે? જમ્મુ કાશ્મીરમાં 4 દાયકામાં સૌથી વધુ મતદાન થયું છે. ઘાટીમાં 58.58 % અને જમ્મુમાં 51.05 % મતદાન થયું છે. મણિપુરમાં પણ અમને સફળતા મળી છે.
હેલિકોપ્ટરની ચેકિંગની ઘટનાઓ વિશે શું બોલ્યાં?
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હેલિકોપ્ટર ચેકની ઘટનાઓ વિશે પત્રકારોને કહ્યું કે આ દેશમાં એવો કોઈ નેતા નથી કે જેના હેલિકોપ્ટરની ચેકિંગ ન કરવામાં આવી હોય. તેમાં દરેક કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ છે. અમે અમારા અધિકારીઓને પૂરો અધિકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ચેકિંગની ઘટનાઓ સામે આવી હતી જેના બાદ ભારે વિવાદ થયો હતો.
'લાપતા જેન્ટલમેન વાપસ આ ગએ' મીમ્સ વિશે શું બોલ્યાં?
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે સોશિયલ મીડિયા પર તમને 'લાપતા જેન્ટલમેન વાપસ આ ગએ' મીમ્સ દેખાશે. પણ અમે કહી દેવા માગીએ છીએ કે અમે ક્યારેય લાપતા નહોતા. અમે 4MSની વાત કરી હતી. ભારતમાં 642 મિલિયન મતદારો છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વોટર્સ કરતાં 5 ગણા વધુ છે. આ ચૂંટણીમાં 64 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે અને રેકોર્ડ બનાવ્યો છે.
ભારતની ચૂંટણી ઐતિહાસિક
- વૃદ્ધોના ઘરે ઘરે જઇને મત લીધો
- તમામ મતદારોને સલામ
- અમે મહિલાઓની ગરીમાનું સમ્માન કર્યું,
- 31 કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું
- લોકતંત્રને મજબૂત રાખવા માટે અભિનંદન
- ભીષણ ગરમીમાં પણ લોકોએ મતદાન કર્યું
- ચૂંટણીમાં હિંસાની કોઇ મોટી ઘટના બની નથી








