મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીર/ અનંતનાગમાં મોટી દૂર્ઘટના, એક જ પરિવારના આઠ લોકોના મોત

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ડકસુમમાં એક ભીષણ દૂર્ઘટના સર્જાઇ છે. ડક્સુમમાં ખીણમાં કાર પડતા પાંચ બાળક સહિત એક જ પરિવારના આ

જમ્મુ કાશ્મીર/ અનંતનાગમાં મોટી દૂર્ઘટના, એક જ પરિવારના આઠ લોકોના મોત

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ડકસુમમાં એક ભીષણ દૂર્ઘટના સર્જાઇ છે. ડક્સુમમાં ખીણમાં કાર પડતા પાંચ બાળક સહિત એક જ પરિવારના આઠ લોકોના મોત થયા હતા.

આ દૂર્ઘટનામાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા છે. તમામ લોકો કિશ્તવાડના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર પરિવાર કિશ્તવાડથી સિંથન ટૉપ થઇને મારવાહ તરફ જતો હતો આ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યો હતો.

દૂર્ઘટનામાં સામેલ ઇમ્તિયાઝ પોલીસ કર્મી હતો. કારમાં પાંચ બાળક અને બે મહિલાઓ સામેલ હતી. આ તમામનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

મહત્ત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં બસ પર આતંકીઓએ 40થી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યો હતો. તે બાદ બસ ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવતા વાહન ખીણમાં પડ્યું હતું. આ દૂર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા.

આ સમાચાર શેર કરો