મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

RSS સાથે સંકળાયેલા જાણીતા શિક્ષણવિદ્દ દિનાનાથ બત્રાનું 94 વર્ષે નિધન, ગુજરાત સાથે હતું ખાસ કનેક્શન

જાણીતા શિક્ષણવિદ્દ, આદર્શ શિક્ષક, શિક્ષા બચાવ આંદોલનના રાષ્ટ્રીય સંયોજક દીનાનાથ બત્રાનું ગુરૂવારે 94 વર્ષની વયે નિધન

RSS સાથે સંકળાયેલા જાણીતા શિક્ષણવિદ્દ દિનાનાથ બત્રાનું 94 વર્ષે નિધન, ગુજરાત સાથે હતું ખાસ કનેક્શન

જાણીતા શિક્ષણવિદ્દ, આદર્શ શિક્ષક, શિક્ષા બચાવ આંદોલનના રાષ્ટ્રીય સંયોજક દીનાનાથ બત્રાનું ગુરૂવારે 94 વર્ષની વયે નિધન થયું છે. આવતીકાલે (શુક્રવાર) સવારે 8 થી 10 દરમિયાન તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે નવી દિલ્હીના નારાયણ વિહાર સ્થિત એજ્યુકેશન કલ્ચર અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટના કેન્દ્રીય કાર્યાલયમાં રાખવામાં આવશે. તેઓ વિદ્યા ભારતીના મહાસચિવ પણ રહી ચૂક્યા છે, જે એક રાષ્ટ્રીય સ્વંયસેવી સંસ્થા છે અને  સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલી છે.

શિક્ષકથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી

1955માં ડીએવી સ્કૂલ ડેરા બસ્સી પંજાબમાં શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર દીનાનાથ બત્રાએ 1965થી 1990 સુધી કુરુક્ષેત્રમાં આચાર્ય તરીકે પણ સેવા આપી હતી. તેઓ અખિલ ભારતીય હિંદુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. તેઓ વિદ્યા ભારતી અખિલ ભારતીય શૈક્ષણિક સંસ્થાના મહાસચિવ પણ હતા. રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત દીનાનાથ બત્રાને શૈક્ષણિક કાર્ય પ્રત્યેના સમર્પણ માટે ઘણી સંસ્થાઓ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તેમણે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે દેશવ્યાપી ચળવળ ચલાવી હતી, જેના કારણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભારત કેન્દ્રિત શિક્ષણને પણ આધાર બનાવવામાં આવ્યો છે. તેમને સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતી સન્માન, સ્વામી અખંડાનંદ સરસ્વતી સન્માન જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે.

દિનાનાથ બત્રાના પુસ્તકો ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં કર્યા હતા સામેલ

દીનાનાથ શર્માએ ભારતના ઇતિહાસ પર ઘણા પુસ્તકો લખ્યા છે. 2014માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પુસ્તક The Hindus: An Alternetive History સહિત અન્ય પુસ્તકોને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યાં હતા. ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને સપ્લીમેંટરી તરીકે ભણાવાય છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ પુસ્તકોનો અનુવાદ કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પુસ્તકોના ભરપૂર વખાણ કરી ચૂક્યા છે. બત્રાના દરેક પુસ્તક તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદીના સંદેશ છે.

આ અંગે વિપક્ષે સવાલો ઉભા કરતા ગુજરાતના તત્કાલીન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિવાદ અંગે કહ્યું હતું કે બાળકો માટે આ  સંદર્ભ પુસ્તકો  સમાન  છે. આ પુસ્તકો અનિવાર્ય નથી. તે અભ્યાસક્રમનો હિસ્સો નથી. અમે ઇચ્છીએ છીએ કે બાળકો જાણીતા લેખકોના પુસ્તકો વાંચે.

આ સમાચાર શેર કરો