એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા વિરૂદ્ધ EDનું એક્શન, UP-હરિયાણાની સંપત્તિ કરી જપ્ત
એલ્વિશ યાદવ વિરૂદ્ધ EDએ મોટું એક્શન લીધું છે. એલ્વિશ યાદવની સંપત્તિ સીઝ કરવામાં આવી છે. તે બાદ યૂ ટ્યુબર અને 'બિગબોસ ઓટીટ

એલ્વિશ યાદવ વિરૂદ્ધ EDએ મોટું એક્શન લીધું છે. એલ્વિશ યાદવની સંપત્તિ સીઝ કરવામાં આવી છે. તે બાદ યૂ ટ્યુબર અને 'બિગબોસ ઓટીટી 2' વિનર એલ્વિશ યાદવ એક વખત ફરી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. EDએ યુપી અને હરિયાણાં પ્રોપર્ટી એટેચ કરી છે. આ સાથે જ સિંગર ફાઝિલપુરિયા વિરૂદ્ધ પણ EDએ એક્શન લીધુ છે.
મહત્ત્વપૂર્ણ છે કે એલ્વિશ યાદવ લાંબા સમયથી EDના નિશાના પર છે. 'બિગબોસ ઓટીટી 2' જીત્યા બાદ એલ્વિશ રેવ પાર્ટીમાં સાંપના ઝેરનું સપ્લાય કરવાના આરોપમાં જેલ પણ જઇ ચુક્યો છે. આ સિવાય તેના વિરૂદ્ધ મની લૉન્ડ્રિંગનો કેસ પણ નોંધાયેલો છે અને હવે તેની સંપત્તિને સીઝ કરવામાં આવી છે.
EDએ સિંગર ફાઝિલપુરિયાની પણ પૂછપરછ કરી હતી. EDએ કોબરા કાંડમાં સિંગર ફાઝિલપુરિયાની તેના એક સોન્ગમાં સાંપના ગેરકાયદેસર ઉપયોગને લઇને કેટલાક કલાક પૂછપરછ કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે 3 નવેમ્બરે નોઇડાના બેન્કવેટ હોલમાંથી સપેરાઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 5 કોબરા સહિત 9 સાંપ મળ્યા હતા. આ સાથે જ 20 મિલીલીટર સાંપનું ઝેર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે કહ્યું હતું કે એલ્વિશ યાદવ બેન્કવેટ હોલમાં નહતો અને એલ્વિશની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.






