Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : EC issues notice to Tejashwi Yadav of having two voter ID

તેજસ્વી યાદવને 2 વોટર કાર્ડ રાખવા મામલે ચૂંટણી પંચે ફટકારી નોટિસ, જવાબ માંગ્યો

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2025
લાઇવ ટીવીGoogle News
તેજસ્વી યાદવને 2 વોટર કાર્ડ રાખવા મામલે ચૂંટણી પંચે ફટકારી નોટિસ, જવાબ માંગ્યો
સોર્સ : GSTV

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને RJDના નેતા તેજસ્વી યાદવને ચૂંટણી પંચે બે અલગ અલગ વોટર આઇડી (EPIC નંબર) રાખવા મામલે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. 

App Store

મળતી માહિતી અનુસાર, તેજસ્વી યાદવના નામ પર બે EPIC નંબર-RAB0456228 અને RAB2916120 છે. જેમાંથી પ્રથમ નંબર 2020ના નોમિનેશન પત્ર અને 2015ની મતદાર યાદીમાં પણ નોંધાયેલો હતો જ્યારે બીજો નંબર અસ્તિત્ત્વ વગરનો છે. ચૂંટણી પંચને શંકા છે કે બીજો EPIC નંબર ખોટો હોઇ શકે છે.

તેજસ્વી યાદવ ચૂંટણી પંચ પર કેમ ભડક્યા? શું છે સમગ્ર ઘટના

RJDના નેતા અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર બિહારમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન અનિયમિતતાના ગંભીર આરોપો લગાવ્યા છે.તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે તેમનું નામ બિહારની મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે, જેના કારણે તેઓ ચૂંટણી લડી શકે તેમ નથી. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચની એપ પર પોતાનો EPIC નંબર (RAB2916120) દાખલ કરી બતાવ્યું, જેમાં "No Records Found" નો મેસેજ આવ્યો હતો. તેજસ્વી યાદવે ચૂંટણી પંચ સામે આરોપ લગાવતા જણાવ્યું કે,આવી રીતે જ લગભગ 65 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના દલિત, OBC, EBC અને લઘુમતી સમુદાયના લોકોનો સમાવેશ થાય છે, જે RJDનો મુખ્ય વોટ બેંક માનવામાં આવે છે.

ચૂંટણી પંચે તેજસ્વી યાદવના આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે,તેજસ્વીનું નામ મતદાર યાદીમાં સીરીયલ નંબર 416, પોલિંગ સ્ટેશન નંબર 204 (પટણાની બિહાર એનિમલ સાયન્સ યુનિવર્સિટીની લાઇબ્રેરી બિલ્ડિંગ) પર હાજર છે, અને તેમનો EPIC નંબર RAB0456228 છે.

ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું હતું કે તેજસ્વીએ બતાવેલો EPIC નંબર (RAB2916120) રેકોર્ડમાં નથી, જેના કારણે BJP નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તેજસ્વીએ ખોટો EPIC નંબર બતાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.