Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : RJD leader Tejashwi Yadav's name removed from voter list in Bihar

બિહારમાં વોટર લિસ્ટમાંથી તેજસ્વી યાદવનું નામ કપાતા વિવાદ, ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
બિહારમાં વોટર લિસ્ટમાંથી તેજસ્વી યાદવનું નામ કપાતા વિવાદ, ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા
સોર્સ : GSTV

બિહારમાં SIR બાદ 1 ઓગસ્ટે વોટર લિસ્ટનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો જેને લઇને વિપક્ષે કેટલાક સવાલ ઉઠાવ્યા છે. તેજસ્વી યાદવે કહ્યું કે અમારા સવાલથી EC કેમ બચી રહ્યું છે? ટ્રાન્સપેરેન્સી નથી. તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે મારૂ નામ વોટર લિસ્ટમાંથી કપાઇ ગયું છે. મેં ગણના પ્રપત્ર ભર્યું હતું, જે પ્રક્રિયા નામ ચેક કરવાની છે તે પ્રક્રિયા હેઠળ ચેક કર્યું તો મારૂ નામ જ નથી.

App Store

વોટર લિસ્ટ ડ્રાફ્ટ પર તેજસ્વી યાદવે શું કહ્યું?

તેજસ્વી યાદવે કહ્યું, "અમે શરૂઆતથી જ SIR પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યાં હતા. શરૂઆતથી જ અમે લોકો કહેતા હતા કે ગરીબ મતદારોનું નામ કપાશે. લાખો મતદારોના નામ કાપવામાં આવ્યા. મતદાર યાદીમાં જેમનું નામ કપાયું, તેમના નામ કેમ કપાયા તેની જાણકારી ચૂંટણી પંચ આપશે તેમ ચૂંટણી પંચે કહ્યું હતું. વોટર લિસ્ટ ડ્રાફ્ટ જાહેર તો કરી દીધો પરંતુ આ જાણકારી આપવામાં આવી નથી. બે લોકો જે ગુજરાતી છે તે જે કહેશે તેમના નામ જ વોટર લિસ્ટમાં આવશે.

આ લોકશાહી નહીં, તાનાશાહી છે- તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવે પ્રેસ સાથે વાત કરતા ચૂંટણી પંચને માંગ કરી હતી કે 'EC બૂથ વાઇઝ લિસ્ટ પોલિટિકલ પાર્ટીઓને આપે. આપત્તિ દર્જ કરવાનો સમય

તેજસ્વી યાદવે પત્રકારો સાથે વાત કરતા ચૂંટણી પંચ પાસે માંગ કરી કે "ECએ રાજકીય પક્ષોને બૂથવાર યાદી આપવી જોઈએ. આપત્તિ દાખલ કરવાની સમયમર્યાદા લંબાવવી જોઈએ, આ માટે ફક્ત સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ લેવી જોઈએ. અમારી માંગ છે કે તેઓ EC પાસે સંપૂર્ણ માહિતી માંગે. આ લોકશાહી નહીં, તાનાશાહી છે. અમે જ્ઞાનેશ ગુપ્તાજીને પડકાર ફેંકીએ છીએ, જો તમે પારદર્શિતા જાળવી રાખી છે, તો અમારા પ્રશ્નોના જવાબ આપો."

તેજસ્વી યાદવના દાવા પર ચૂંટણી પંચનો ખુલાસો

ચૂંટણી પંચે તેજસ્વી યાદવના દાવાનું ફેક્ટ ચેક કરતા જણાવ્યું કે ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં તેમનું નામ સામેલ છે. ચૂંટણી પંચે મતદાર યાદીનું તે ફોર્મેટ પણ જાહેર કર્યું છે જેમાં તેજસ્વી યાદવની તસવીરની સાથે તેમનું નામ, ઉંમર, પિતાનું નામ, મકાન સંખ્યા નોંધાયેલી છે. RJDના નેતાના આરોપો પર ચૂંટણી પંચે ડેટા શેર કરતા કહ્યું, 'તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે તેમનું નામ વોટર લિસ્ટમાંથી કાપી દેવામાં આવ્યું છે. અમે લિસ્ટ શેર કર્યું છે અને તેમને અનુરોધ છે કે તે ધ્યાનથી પોતાનું નામ જોઇ લે.'

ECના સવાલ પર તેજસ્વી યાદવે ફરી ઉઠાવ્યા સવાલ

તેજસ્વી યાદવે કહ્યું, 'જો મારો EPIC નંબર બદલવામાં આવી શકે તો પછી કેટલા લોકોના EPIC નંબર બદલવામાં આવ્યા હશે? આ સવાલ અમે ચૂંટણી પંચને પૂછી રહ્યા છીએ. આ વોટર લિસ્ટમાંથી નામ કાપવાનું એક ષડયંત્ર છે.'