મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

EVM હેક કરવાનો દાવો કરનાર સૈયદ શુજા વિરુદ્ધ મુંબઈમાં ચૂંટણીપંચે નોંધાવી પોલીસ ફરિયાદ

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન-EVM વિરુદ્ધ ખોટો પ્રચાર કરીને લોકોને ભડકાવવામાં વ્યસ્ત સૈ

EVM હેક કરવાનો દાવો કરનાર સૈયદ શુજા વિરુદ્ધ મુંબઈમાં ચૂંટણીપંચે નોંધાવી પોલીસ ફરિયાદ

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન-EVM વિરુદ્ધ ખોટો પ્રચાર કરીને લોકોને ભડકાવવામાં વ્યસ્ત સૈયદ શુજા વિરુદ્ધ મુંબઈમાં વધુ એક FIR દાખલ કરવામાં આવી છે.EVM સાથે ચેડાં કરવાના ખોટા દાવા કરનારા, ખોટી માહિતી ફેલાવનારા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કાયદા મુજબ આ ગંભીર ગુનો છે.

સૈયદ શુજા વિરુદ્ધ બીજી FIR

આ પહેલા પણ ચૂંટણી પંચે સૈયદ શુજા વિરુદ્ધ FIR નોંધી હતી, જે કથિત રીતે અન્ય કોઈ દેશમાં છુપાયેલો છે. આ બાબતને આગળ વધારવા માટે સંબંધિત અધિકારીઓને પત્રો પણ લખવામાં આવ્યા છે. તાજેતરમાં જ મુંબઈમાં તે જ વ્યક્તિ વિરુદ્ધ ફરી FIR  નોંધવામાં આવી છે.

દિલ્હી અને મુંબઈ પોલીસ કરી રહી છે તપાસ

દિલ્હી અને મુંબઈ પોલીસ આ બાબતની સક્રિયતાથી  તપાસ કરી રહી છે અને ભારતમાં રહીને આવી વ્યક્તિઓના સંપર્કમાં હોય અથવા આ દૂષિત પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેવા કોઈપણ વ્યક્તિઓને ઓળખવા અને ધરપકડ કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે આવી ગતિવિધિઓ ગંભીર ગુના છે અને તેમાં સંડોવાયેલા કોઈપણને બક્ષવામાં આવશે નહીં.

ચૂંટણી પંચે વાયરલ વીડિયો અંગે કાર્યવાહી કરી 

EC એ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને ધ્યાનમાં લઈને આ FIR નોંધી છે. આ વાયરલ વીડિયોમાં સૈયદ શુજા આજતકના બે અન્ડરકવર પત્રકારો સાથે વાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રના કેટલાક રાજકીય નેતાઓ સહિત ઘણા લોકોએ આ વીડિયો શેર કરીને EVMની કામગીરી પર શંકા વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો