મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ડ્યુટી પૂરી થતાં ડ્રાઇવર અને ગાર્ડ ગુડ્સ ટ્રેન અધવચ્ચે છોડીને ગયા ઘરે, મેઇન લાઇન 7 કલાક સુધી અટવાઇ 

યુપીના ઉન્નાવમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડ્રાઇવરની ડ્યુટી પૂરી થતાં તેણે

ડ્યુટી પૂરી થતાં ડ્રાઇવર અને ગાર્ડ ગુડ્સ ટ્રેન અધવચ્ચે છોડીને ગયા ઘરે, મેઇન લાઇન 7 કલાક સુધી અટવાઇ 

યુપીના ઉન્નાવમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડ્રાઇવરની ડ્યુટી પૂરી થતાં તેણે માલગાડીને રેલવે લાઇન પર  અધવચ્ચે જ  વચ્ચે છોડી દીધી હતી. ટ્રેનનો ગાર્ડ પણ તેની સાથે ગયો. જેના કારણે બુધવારે સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી ડાઉન મેઇન લાઇન ખોરવાઇ હતી. આ પછી, અન્ય ડ્રાઇવર અને ગાર્ડ આવ્યા અને માલસામાન ટ્રેનને રાયબરેલી તરફ રવાના કરવામાં આવી. લગભગ સાત કલાક સુધી ઉભી રહેલી માલગાડીને કારણે કાનપુરથી લખનૌ જતી શતાબ્દી, ઝાંસી ઇન્ટરસિટી સહિતની 15 ટ્રેનો લૂપ લાઇન પરથી પસાર થઇ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે કાનપુરથી રાયબરેલી જતી ગુડ્સ ટ્રેન ઉન્નાવના ગંગાઘાટ રેલવે સ્ટેશન પર પહોંચી હતી. સિગ્નલના અભાવે માલગાડીને મુખ્ય લાઇન પર રોકી દેવામાં આવી હતી. થોડી વાર પછી ટ્રેન ડ્રાઈવર અને ગાર્ડ સ્ટેશન માસ્તર પાસે પહોંચ્યા. બંનેએ પોતાની ડ્યુટી પુરી થઈ ગઈ હોવાનું જણાવ્યું અને મેમો આપ્યા બાદ ગુડ્સ ટ્રેન મેઈન લાઈનમાં ઉભી રાખી અને ચાલ્યા ગયા. આ પછી, કુલીઓએ માલસામાન ટ્રેનના પૈડાને સાંકળોથી બાંધી દીધા અને લાકડાના ટુકડાઓ મૂકી દીધા જેથી ટ્રેન સરકી ન જાય.

સાત કલાક સુધી મેઇન લાઇન ખોરવાઇ હતી

માલગાડી સાત કલાક સુધી મેઇન લાઇન પર ઉભી રહી હતી. જેના કારણે શતાબ્દી એક્સપ્રેસ, જમ્મુતવી, ચિત્રકૂટ, ઝાંસી ઇન્ટરસિટી, મેમુ ટ્રેન, પનવેલ એક્સપ્રેસ સહિત 15 ટ્રેનો લૂપ લાઇન પરથી પસાર કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેનોની સ્પીડ પણ ઘણી ઓછી રાખવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો