મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અર્જુન એવોર્ડ' વિજેતા CRPF DIG જાતીય શોષણના દોષી જાહેર, સરકારે આપ્યો આ આદેશ

dismiss CRPF DIG Khajan Singh accused of sexual harassment | કેન્દ્રીય રિઝર્વ પોલીસ (CRPF) એ જાતીય શોષણના દોષિત જાહેર થયા બાદ તેમના એક ડીઆઈજી રેન્કના સિનિયર

'અર્જુન એવોર્ડ' વિજેતા CRPF DIG જાતીય શોષણના દોષી જાહેર, સરકારે આપ્યો આ આદેશ

કેન્દ્રીય રિઝર્વ પોલીસ (CRPF) એ જાતીય શોષણના દોષિત જાહેર થયા બાદ તેમના એક ડીઆઈજી રેન્કના સિનિયર ઓફિસરને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો છે. આરોપી સીઆરપીએફ અધિકારી 'અર્જુન એવોર્ડ' વિજેતા છે. ડીઆઈજી રેન્ક ધરાવતા ચીફ સ્પોર્ટ્સ ઓફિસર ખજાન સિંહ પર CRPFની મહિલા કર્મચારીઓએ જાતીય સતામણી કરવાનો આરોપ મૂક્યો હતો. 

સૂત્રોએ જણાવ્યું કે આ કાર્યવાહી યુપીએસસીની ભલામણ અને ગૃહમંત્રાલયની મંજૂર બાદ કરવામાં આવી હતી. પીડિત મહિલા સીઆરપીએફ કર્મચારીઓના એક ગ્રૂપ દ્વારા ડીઆઈજી ખજાન સિંહ સામે યૌન ઉત્પીડનના આરોપો મૂકાયા બાદ સીઆરપીએફ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં આરોપીના અપરાધની પુષ્ટી થઈ હતી. એ પછી સીઆરપીએફએ યુપીએસસીને એક રિપોર્ટ સોંપ્યો હતો. જેના પછી ગૃહ મંત્રાલયે તેમને બરતરફ કરવાની ભલામણ કરી હતી. 

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે CRPFએ અધિકારીના આચરણની તપાસ કરી, કાનૂની પ્રક્રિયાઓનું પાલન કર્યું અને યુપીએસસીને એક રિપોર્ટ સોંપ્યો. એ પછી યુપીએસસીએ સેવાથી બરતરફ કરવાની સલાહ આપી. ગૃહ મંત્રાલયે પણ આ નિર્ણયને ટેકો જાહેર કર્યો. CRPF દ્વારા બરતરફ કરવાની નોટિસ ઈશ્યૂ કરી હતી.  CRPFના ચીફ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે ફરજ સંભાળતા પહેલા ખજાન સિંહે 1986ના સિયોલ એશિયલ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની જીતે 1951 બાદથી આ સ્પર્ધામાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. 

હાલમાં મુંબઈમાં તૈનાત ખજાન સિંહે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તેમને બરતરફીની નોટિસનો જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમના પર બે આરોપ લાગ્યા છે. જેમાં એકમાં બરતરફીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજા કેસની પણ તપાસ ચાલી રહી છે. અગાઉ આરોપોને 'એકદમ ખોટા' ગણાવીને ખજાનસિંહે ફગાવતી દેતા કહ્યું કે, તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના ઉદ્દેશથી આમ કરાયું છે.

આ સમાચાર શેર કરો