મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નવાજૂનીના એંધાણ/ NCPના નારાજ દિગ્ગજ નેતાની ફડણવીસ સાથે ખાનગી મુલાકાત, મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રમાં મહાયુતિમાં મંત્રી પદ ન મળવાથી નારાજ એનસીપી(અજિત પવાર જૂથ)ના નેતા છગન ભુજબળ મુખ્યમંત્રી

નવાજૂનીના એંધાણ/ NCPના નારાજ દિગ્ગજ નેતાની ફડણવીસ સાથે ખાનગી મુલાકાત, મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રમાં મહાયુતિમાં મંત્રી પદ ન મળવાથી નારાજ એનસીપી(અજિત પવાર જૂથ)ના નેતા છગન ભુજબળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. ત્યારેબાદ એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, 'હું અને મારા પિતરાઈ ભાઈ સમીર ભુજબળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. અમે રાજકારણ અને સામાજિક જેવા ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે તાજેતરના ઘણાં મુદ્દાઓ પર અમારી વાત સાંભળી.'

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાયુતિમાં 'વાલી મંત્રીઓ' મુદ્દે બબાલ, શિંદે-ફડણવીસ વચ્ચે જામી ખેંચાતાણ

શું બોલ્યા ભુજબળ?

એનસીપી(અજિત પવાર જૂથ)ના નેતા છગન ભુજબળ જણાવ્યું હતુ કે, 'મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મને 8-10 દિવસનો સમય આપો, અમે ફરીથી મળીશું અને નક્કી કરીશું કે અમે OBC અને તેમના નેતાઓના કલ્યાણ માટે શું કરી શકીએ.'

તેમણે કેબિનેટમાંથી હટાવવાના સવાલ પર છગન ભુજબળે જણાવ્યું કે, 'હું જાણું છું કે લોકો આ પરિસ્થિતિથી નારાજ છે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ વિશે જાણે છે.'

છગન ભુજબળ કેમ નારાજ છે?

થોડા દિવસો પહેલા એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા  છગન ભુજબળે દાવો કર્યો હતો કે, 'મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મને કેબિનેટમાં સામેલ કરવા માગે છે, પરંતુ નિર્ણય અજિત પવારે લીધો હતો.' નોંધનીય છે કે, 77 વર્ષીય ધારાસભ્ય છગન ભુજબળ અગાઉ મહાયુતિ સરકારમાં મંત્રી હતા. પરંતુ આ વખતે તેને સ્થાન આપવામાં આવ્યું નથી.

છગન ભુજબળે જણાવ્યું હતુ કે, 'એનસીપીમાં અજિત પવાર નિર્ણયો લે છે, જેમ કે ભાજપમાં દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનામાં એકનાથ શિંદે.'

આ સમાચાર શેર કરો