શું અટલ સેતુ બ્રિજ પર તિરાડ પડી?, જાણો પુલના પ્રોજેક્ટ હેડે શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યાના 6 માસમાં જ અટલ સેતુ બ્રિજ પર તિરાડો પડી હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે. એટલું જવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યાના 6 માસમાં જ અટલ સેતુ બ્રિજ પર તિરાડો પડી હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે. એટલું જવ નહીં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ મીડિયાના પ્રતિનિધિઓ સાથે અટલ સેતુનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આ સ્થિતિ વચ્ચે અટલ સેતુ પેકેજ 4ના પ્રોજેક્ટ હેડ કૈલાશ ગણાત્રાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સાથે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ તિરાડો બ્રિજ પર નહીં પરંતુ ઉલ્વેથી મુંબઈ તરફના MTHLને જોડતા એપ્રોચ રોડ પર પડી છે.
કોંગ્રેસ નેતાએ અટલ સેતુનું કર્યું નિરીક્ષણ
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ મીડિયાના પ્રતિનિધિઓ સાથે અટલ સેતુનું નિરીક્ષણ કર્યું અને રસ્તામાં તિરાડો હોવાનું ધ્યાન દોર્યુ હતું. આ બ્રિજનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું છે, તેમના નામ પર ભ્રષ્ટાચાર થવો દુર્ભાગ્યપૂર્ણ છે. આ બ્રિજનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
તિરાડને લઇ ભાજપ અને કોંગ્રેસ સામસામે
અટલ સેતુમાં તિરાડને લઈને ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના દાવા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે X પર એક પોસ્ટમાં કહ્યું, 'અટલ સેતુ પર કોઈ તિરાડ નથી અને ન તો અટલ સેતુને કોઈ ખતરો છે. આ તસવીર એપ્રોચ રોડની છે.
દેશનો સૌથી લાંબો અટલ સેતુ બ્રિજ
મુંબઈથી નવી મુંબઈને જોડતો દેશનો આ સૌથી મોટો દરિયાઈ બ્રિજ 22 કિલોમીટર લાંબો છે. આ બ્રિજ રાજ્યના બે મોટા શહેરોને જોડે છે. તે છ લેનનો બ્રિજ છે. બ્રિજનો 16.5 કિલોમીટર લાંબો ભાગ સમુદ્ર પર બનેલો છે. જ્યારે લગભગ 5.5 કિલોમીટરનો ભાગ જમીન પર હાજર છે. આ બ્રિજ 18,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.








