રામલલાના દર્શન કરવા અયોધ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા, સરયૂમાં ભક્ત લગાવી રહ્યાં છે આસ્થાની ડુબકી
રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી છે. આ રામનવમી ખાસ અને ઐતિહાસિક છે. રામલલાના દર્શન કરવા

રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી છે. આ રામનવમી ખાસ અને ઐતિહાસિક છે. રામલલાના દર્શન કરવા માટે રામભક્ત અયોધ્યામાં ઉમટી પડ્યા છે. સવારથી જ રામભક્તોએ સરયૂમાં ડુબકી લગાવીને મંદિરમાં રામલલાના દર્શન કર્યા હતા.
રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
અયોધ્યામાં રામનવમીના પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ રામ મંદિર પહોંચ્યા છે. ભગવાન રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.
હનુમાનગઢીમાં પણ ભક્તોની ભારે ભીડ
રામનવમીના પ્રસંગે અયોધ્યામાં રામ મંદિરની સાથે જ હનુમાન ગઢીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
અયોધ્યામાં ભારે સુરક્ષા વ્યવસ્થા
રામ નવમી પર અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા પર અયોધ્યા રેન્જના આઇજી પ્રવીણ કુમારે જણાવ્યું કે વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી છે. અમે વિસ્તારને બે સેક્ટરમાં વહેંચ્યો છે. સવારે 3.30 વાગ્યાથી દર્શન શરૂ થઇ ગયા છે.
સરયૂ નદીના કિનારે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.








