'કઇ પણ થાય હું રાજીનામું નહીં આપુ', આ દેશના વડાપ્રધાન ચૂંટણી હાર્યા છતા પદ છોડવાનો ઇનકાર
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પેટા ચૂંટણીમાં હાર બાદ પોતાનું પદ છોડવાનો ઇનક

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પેટા ચૂંટણીમાં હાર બાદ પોતાનું પદ છોડવાનો ઇનકાર કર્યો છે. રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં સત્તા પર રહેલી પાર્ટીનું મોટું કારણ ભ્રષ્ટાચાર છે અને તે તેની જવાબદારી લેવા માટે પદ નહીં છોડે. કિશિદાએ કહ્યું કે પોતાનું પદ છોડવાની જગ્યાએ તે ભ્રષ્ટાચાર સામે લડવા ઉપાયો અને રાજકીય સુધારાઓ પર ધ્યાન આપશે.
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું, "હું ચૂંટણી પરિણામોને ગંભીરતાથી લઉં છું અને મારો વિશ્વાસ છે કે સત્તા પર રહેલી પાર્ટીના અધ્યક્ષ હોવાને કારણે આપણે પડકાર સામે લડવું જોઇએ અને પરિણામ મેળવવા જોઇએ અને આ રીતે હું જવાબદારી લઇશ." જાપાનના વડાપ્રધાને કહ્યું, "હું આમ કરીને જનતાનો વિશ્વાસ ફરી મેળવીશ."
કઇ પણ થાય હું રાજીનામું નહીં આપુ
ચૂંટણીમાં હારની જવાબદારી લેવાના સવાલ પર કિશિદાએ કહ્યું કે તે રાજીનામું નહીં આપે અને ના તો LDPના ટોચના પદો પર નેતાઓને બદલશે. કિશિદાએ કહ્યું, તેમણે રાજકીય ધિરાણ કાયદામાં સુધારા સહિત સંગઠનાત્મક અને રાજકીય સુધારા ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. તેમણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.






