Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : dense fog disrupts travel 129 flights cancelled over 32 trains delayed Gujarati news

ધુમ્મસના કારણે 129 ફ્લાઈટ કેન્સલ, તેજસ-હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ધુમ્મસના કારણે 129 ફ્લાઈટ કેન્સલ, તેજસ-હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી
સોર્સ : GSTV

Weather Update: દિલ્હી-એનસીઆરમાં શનિવારે દિવસની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થઈ છે. જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ  ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા લો વિઝિબિલિટીના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

App Store

રેલવે રૂટ પ્રભાવિત, 32 ટ્રેન મોડી

ધુમ્મસની ખરાબ અસર રેલ સેવાઓ પર પણ જોવા મળી, જ્યાં અત્યાર સુધી 32 ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. 

12417 પ્રયાગરાજ એક્સપ્રેસ- 4 કલાક 2 મિનિટ મોડી
12427 રીવા-આનંદ વિહાર ટર્મિનલ એક્સપ્રેસ- 30 મિનિટ મોડી
22436 નવી દિલ્હી-બનારસ મંદિર વંદે એક્સપ્રેસ- 30 મિનિટ મોડી
12309 નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ- 4 કલાક મોડી
12275 અલ્હાબાદ-નવી દિલ્હી હમસફર એક્સપ્રેસ - આશરે 4 કલાક મોડી
13257 આનંદ વિહાર ટર્મિનલ જનસાધારણ એક્સપ્રેસ - 40 મિનિટ મોડી
12565 બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ- આશરે 5 કલાક મોડી
12393 સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ-4 કલાક 30 મિનિટ મોડી
14117 કાલિંદી એક્સપ્રેસ-3 કલાક 2 મિનિટ મોડી
1225 કૈફિયત એક્સપ્રેસ- 5 કલાક 40 મિનિટ મોડી
22823 ન્યૂ દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ- 7 કલાક 48 મિનિટ મોડી
15705 ચંપારણ હમસફર એક્સપ્રેસ- 6 કલાક 20 મિનિટ મોડી
12414 પૂજા સુપરફાસ્ટ એક્સપ્રેસ- આશરે 7 કલાક મોડી
12751 જમ્મુ તવી હમસફર એક્સપ્રેસ- 3 કલાક 10 મિનિટ મોડી
22181 હજરત નિઝામુદ્દીન ગોંડવાના સુપરફાસ્ટ એક્સપ્રેસ- 4 કલાક 14 મિનિટ મોડી
14017 આનંદ વિહાર ટર્મિનલ સદ્ભાવના એક્સપ્રેસ- આશરે 5 કલાક 15 મિનિટ મોડું
14217 ઉંચાહાર એક્સપ્રેસ આશરે 9 કલાક મોડી 
12303 પૂર્વા એક્સપ્રેસ- 5 કલાક 21 મિનિટ મોડી 
12555 ગોરખધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ- આશરે 3:30 કલાક મોડી
12801 પુરુષોત્તમ એક્સપ્રેસ- આશરે 7 કલાક મોડી

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ધુમ્મસ/લો ક્લાઉડની સ્થિતિ છે. ગાઢ ધુમ્મસની પરત પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ મેઘાલય, ઉત્તર છત્તીસગઢ, ઉત્તર-પૂર્વી મધ્ય પ્રદેશમાં છવાયો છે. આ વિસ્તારોમાં સવારથી જ વિઝિબિલિટી ખૂબ ઓછી જોવા મળી રહી છે. 

https://x.com/aaidoonairport/status/2002186444199375213?s=20 

ફ્લાઇટ સર્વિસ પર અસર

ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ સંચાલન પણ ગંભીર રૂપે પ્રભાવિત થયું છે. દિલ્હી એરપોર્ટ પર અત્યાર સુધીમાં 66 અરાઇવલ અને 63 ડિપાર્ચર ટ્રેન રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર વિમાને લાંબા સમય સુધી ટેક્સીવે પર રાહ જોવી પડી હતી. મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી ફસાયેલા હતા. 

દેહરાદૂન એરપોર્ટે પણ ઓછી વિઝિબિલિટીના કારણે એડવાઇઝરી જાહેર કરી છે. ફ્લાઇટ ઓપરેશન્સ પ્રભાવિત થવાની સંભાવના છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે, યાત્રા શરૂ થતા પહેલાં એરલાઇનનું સ્ટેટસ ચેક કરો.