પૂજા ખેડકરની હવે ધરપકડ થશે, કોર્ટે આગોતરા જામીનનો ઇનકાર કર્યો, UPSCને તપાસના આદેશ આપ્યાં
Pooja Khedkar Case: પૂર્વ ટ્રેઇની IAS પૂજા ખેડકરને દિલ્હી કોર્ટ તરફથી વધુ એક ઝટક

Pooja Khedkar Case: પૂર્વ ટ્રેઇની IAS પૂજા ખેડકરને દિલ્હી કોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. પૂજા ખેડકર પર છેતરપિંડી કરીને UPSC પરીક્ષા પાસ કરવાનો આરોપ છે. ખેડકરને આગોતરા જામીન નકાર્યા બાદ કોર્ટે UPSC અને દિલ્હી પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવે - કોર્ટ
પૂજા ખેડકરને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યા બાદ કોર્ટે દિલ્હી પોલીસને તપાસનો વ્યાપ વધારવાનો આદેશ આપ્યો છે. આ સાથે જજ દેવેન્દ્ર કુમાર જંગલાએ આદેશ આપતા કહ્યું હતું કે અન્ય લોકોએ પણ પાત્ર ન હોવા છતાં ઓબીસી અને વિકલાંગ ક્વોટાનો લાભ લીધો છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.
પૂજા ખેડકરની ધરપકડ થવાની શક્યતા
પૂજા ખેડકર પર UPSC પરીક્ષામાં નકલી પ્રમાણપત્ર બનાવવાનો અને તેના આધારે પરીક્ષામાં વધુ તકો મેળવવાનો આરોપ છે. આ કેસમાં પૂજા ખેડકરે ધરપકડ પહેલા જામીન માટે પટિયાલા હાઉસ કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે અને દિલ્હી પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટને શંકા છે કે શું UPSC માંથી કોઈએ પૂજાને મદદ કરી છે. કોર્ટના આદેશ બાદ હવે દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરશે.








