VIDEO : દિલ્હી: હવે તમામ 'સિરપ' માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત
સોર્સ : GSTV
દેશભરમાં દવાઓના દુરુપયોગને રોકવા અને દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયે આ કડક નિર્ણય લીધો છે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. આ નવા નિયમ મુજબ, હવે કફ સિરપ સહિત તમામ પ્રકારના સિરપ ઓવર-ધ-કાઉન્ટર એટલે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ખરીદી શકાશે નહીં. હવેથી કોઈપણ વ્યક્તિ ફાર્મસીમાંથી સિરપ લેવા જશે ત્યારે તેણે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખાયેલું માન્ય પ્રિસ્ક્રિપ્શન બતાવવું પડશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય બિનજરૂરી દવાઓના સેવન પર નિયંત્રણ લાવવાનો અને જાહેર આરોગ્યની સુરક્ષા કરવાનો છે.

