મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી IGI એરપોર્ટને બોમ્બની ધમકીનો મળ્યો ઈમેલ, જયપુર એરપોર્ટને પણ મળી છે ધમકી

દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે IGI એરપોર્ટને પણ બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે. આજના દિવસમાં જયપુર એરપોર્ટ સહ

દિલ્હી IGI એરપોર્ટને બોમ્બની ધમકીનો મળ્યો ઈમેલ, જયપુર એરપોર્ટને પણ મળી છે ધમકી

દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે IGI એરપોર્ટને પણ બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે. આજના દિવસમાં જયપુર એરપોર્ટ સહીત દિલ્હીની 2 હોસ્પિટલોને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

દિલ્હીની કેટલીક શાળાઓને આવી જ ધમકીઓ મળ્યાના દિવસો પછી દિલ્હીની બે હોસ્પિટલોને બોમ્બની ધમકીઓ મળી છે. ઈ-મેલમાં આપવામાં આવેલી ધમકી બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસ ઘટનાસ્થળે છે અને બંને હોસ્પિટલોમાં શોધખોળ ચાલી રહી છે. તો રાજસ્થાનની રાજધાની જયપુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. એરપોર્ટ પ્રશાસનને આ અંગે ધમકીભર્યો મેલ મળ્યો છે. આ ધમકી બાદ હવે એરપોર્ટ પ્રશાસનની સાથે રાજસ્થાન પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. CISFની ટીમે આખા એરપોર્ટની શોધખોળ શરૂ કરી દીધી છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના કમાન્ડો પણ જયપુર એરપોર્ટ પહોંચી ગયા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

1 મેના રોજ શાળાઓને ધમકી આપવામાં આવી હતી

1 મેના રોજ સવારે 223 શાળાઓને ઈ-મેલ મોકલવામાં આવ્યા હતા કે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ઈમેલમાં દ્વેષપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમેલમાં લખ્યું હતું કે, 'ઈન્શાઅલ્લાહ, અમે તેમને હવામાં ઉડાડી દઈશું અને તમારા શરીરના ટુકડા કરી દઈશું. તમારા શરીરને ફાડી નાખશે. અમે તમારી ગરદન અને ચહેરો કાપી નાખીશું. જો અલ્લાહ ચાહે તો અમે તમને આગની જ્વાળાઓમાં નાખી દઈશું. કાફિરો માટે નરકમાં અલગ આગ છે. નાસ્તિકો... ઇન્શાઅલ્લાહ, તમે આ આગમાં હંમેશ માટે બળી જશો.’

આ સમાચાર શેર કરો