દિલ્હી: મકાનમાં લાગી ભીષણ આગ; 2 લોકોમાં મૃત્યુ, 4ની હાલત ગંભીર
દિલ્હીના શાહદરા વિસ્તારમાં શુક્રવારે એક ઘરમાં ભીષણ આગ લાગતાં બે લોકો જ

દિલ્હીના શાહદરા વિસ્તારમાં શુક્રવારે એક ઘરમાં ભીષણ આગ લાગતાં બે લોકો જીવતાં ભૂંજાયા હતા. ઘરમાં રહેતાં બે વ્યક્તિના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે તેમના બે બાળકોનો આબાદ બચાવ થયો છે.
શાહદરા વિસ્તારમાં આજે વહેલી સવારે 5.24 વાગ્યે ફાયરબ્રિગેડને એક ઘરમાં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. ફાયર બ્રિગેડની છ ગાડીઓ અને ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં બે લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.
ઘરમાં ચાર લોકો હાજર હતા
ઘરમાં આગ લાગી ત્યારે ચાર લોકો હાજર હતા. જેમાંથી બે જણ સંપૂર્ણપણે બળી ગયા હતા. જ્યારે બે બાળકોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ આગ બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળમાં લાગી હતી. આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયુ નથી. ભોલાનાથ નગરમાં રહેતાં મનીષ ગુપ્તાના ઘરે આગ લાગી હતી. જેમાં કૈલાશ ગુપ્તા (ઉ.વ.72), ભગવતી ગુપ્તા (ઉ.વ.70), મનીષ ગુપ્તા (ઉ.વ.45), પાર્થ ગુપ્તા (ઉ.વ.19) ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે શિલ્પી ગુપ્તા (ઉ.વ.42) અને પ્રણવ ગુપ્તા (ઉ.વ.16) જીવતા ભુંજાતા મૃત્યુ પામ્યા હતા.
અગાઉ પણ આગની ઘટના
શાહદરા વિસ્તારમાં અગાઉ માર્ચમાં એક ઘરમાં ભીષણ આગળ લાગતાં સાત લોકોને બચાવાયા હતા. અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં સર્કિટ રૂમ નજીક કારમાં આગ લાગતાં પાર્કિંગમાં જ સ્થિત એક ઘરમાં આગની ચપેટમાં આવી ગયુ હતું.








